ટી ૨૦ વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ખુબ જ રોમાંચક ટકકર જાેવા મળી હતી. ઉતાર-ચઢાવ બાદ અફઘાનિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાને ટી૨૦ વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલી વખત સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. આ જીત અફઘાનિસ્તાન માટે ખુબ ખાસ છે.
આ જીતનો અવાજ ક્રિકેટ જગતમાં દુર દુર સુધી પહોંચી ગયો છે. બાંગ્લાદેશને હરાવી સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડી ખુબ ઈમોશનલ જાેવા મળ્યા હતા. ખેલાડીઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. હવે આ મેચના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
આ મેચમાં ગુરબાઝે અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. ગુરબાઝ વિકેટકીપિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે મેદાનથી બહાર થવું પડ્યું હતુ. ગુરબાઝ મેદાનમાંથી બહાર થયા બાદ ડ્રેસિંગ રુમમાં પોતાની ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યો હતો.
આ મેચ જીત્યા બાદ ગુરબાઝ પોતાના આંસુ રોકી શક્યો ન હતો. અફઘાનિસ્તાને આ મેચમાં બાંગ્લાદેશ સામે જીત માટે ૧૧૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૧૦૫ રનમાં સમેટાઈ ગઈ હતી.

