Gujarat

વરણી:હાપા માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોએ હોદ્દો સંભાળ્યો

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડના ચૂંટાયેલા ચેરમેન તથા વાઈસ ચેરમેને બુધવારે પોતાનો હોદ્દો સંભાળી લીધો હતો અને ડીરેક્ટરો તથા કર્મચારીઓ સાથે ચર્ચા કરી વિકાસ તથા યાર્ડને નવી ઉંચાઈ પર પહોંચાડવાની નેમ કરી હતી.

જામનગર માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદ ખોડાભાઈ સભાયા અને વાઈસ ચેરમેન હીરેનભાઈ વિજયભાઈ કોટેચાની ચૂંટણીમાં બિનહરિફ વરણી થયા બાદ બુધવારે બંનેએ પોતાનાે હોદ્દો સંભાળી લીધો હતો.

આ વેળાએ ડાયરેક્ટરો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડાયરેક્ટરો તથા કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી યાર્ડના બહોળા અને સર્વાંનગી વિકાસને નવી ઉંચાઈ પર પહોંચાડવા ચર્ચા વિચારણા કરી હતી.