‘કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૬’નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં અમિતાભ બચ્ચન કહેતા જાેવા મળી રહ્યા છે, ‘જિંદગી દરેક વળાંક પર સવાલ પૂછશે, તમારે જવાબ આપવા પડશે’. આ પ્રોમો જાેઈને ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ છે. સોની ટીવીનો રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. દરેક ઉંમરના લોકો આ શો જાેવાનું પસંદ કરે છે.
દર વર્ષની જેમ આ વખતે પણ દર્શકો તેની આગામી સિઝનની રાહ જાેઈ રહ્યા છે જે ટૂંક સમયમાં આવી રહી છે. તાજેતરમાં જ મેકર્સે ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૬મી સીઝનની જાહેરાત કરી હતી. હવે મેકર્સે શોના ત્રણ પ્રોમો શેર કર્યા છે. આ પહેલા અમિતાભ બચ્ચને સેટ પરથી ઘણી તસવીરો શેર કરી હતી.
નિર્માતાઓએ વીડિયો શેર કરીને દ્ભમ્ઝ્ર ૧૬ની જાહેરાત પણ કરી હતી. શેર કરેલા પ્રોમોમાં એક છોકરીને તેની માતાએ ઠપકો આપ્યો, તેની માતા કહે છે, ‘તેરે જૈસે પહાડ ચઢને વાલી લડકી કે સાથ શાદી કૌન કરેગા?’ આ પછી છોકરી તેની માતાને કહે છે, ‘મા, ઐસા લડકા શાદી કરેગા, જિસકી સોચ પહાડો સે ભી ઉંચી હો.’ આ પછી બિગ બી કહેતા જાેવા મળે છે કે, ‘જિંદગી હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના પડેગા’. ગેમ શોની નવી સીઝનની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ‘કૌન બનેગા કરોડપતિ’ ભારતના સૌથી લોકપ્રિય ટીવી ગેમ શોમાંનો એક છે. આ શોનું પ્રીમિયર વર્ષ ૨૦૦૦માં થયું હતું. તમને જણાવી દઈએ કે ‘દ્ભમ્ઝ્ર’ માટે રજીસ્ટ્રેશન ૨૬ એપ્રિલે રાત્રે ૯ વાગ્યાથી શરૂ થઈ ગયું હતું. આ પછી એકવાર સ્પર્ધકોની પસંદગી થઈ જાય પછી શોનું પ્રસારણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ‘કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૬’ ટૂંક સમયમાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે.