બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
રાજ્યમાં ઉજવાતો બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો સંકલ્પ સાથે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ છેલ્લા ત્રણ દિવસથી કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ઉના શહેરમાં ભિમપરા વિસ્તારોમાં આવેલ રાધાકૃષ્ણ પ્રા. શાળામાં તેમજ મોટાડેસર ગામે કન્યા, કુમાર શાળામા પ્રવેશ ઉત્સવ કાર્યકમમાં યોજવામાં આવ્યો હતો.
આ પ્રવેશ ઉત્સવ કાર્યકમમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની ઉપસ્થિતિમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ તકે ઉના શાળામાં મામલતદાર ભીમાણી, શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ, તથા મોટાડેસર શાળામાં PGVCL ના કાર્યપાલક ઈજનેર રૈયાણી, CRC કોર્ડિનેટર મનીષભાઈ પટેલ, સભ્ય અને સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ શિંગડ, તલાટી કમ મંત્રી ગૌતમભાઈ ઝાલેરા, પ્રિન્સિપાલ ભીખુભાઈ ઝણકાટ, મેહુલભાઈ સોરઠીયા, તુલસીભાઈ પામક, અરવિંદભાઈ મકવાણા, ભાયાભાઈ બારડ તેમજ આગેવાનો, વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય, શિક્ષકમિત્રો તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. અને શાળામાં બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહન કર્યા હતા.

