Gujarat

બાળકના જન્મદિવસની વૃક્ષારોપણ દ્વારા ઉજવણી

ખંભાળિયામાં રહેતા ભવ્યભાઈ ગોકાણીના દસ વર્ષના પુત્ર કેદાર ગોકાણીએ 11માં વર્ષમાં પ્રવેશ કરતા તેના જન્મદિવસ નિમિત્તે જન્મ દિવસની ઉજવણી કોઈ મોટી પાર્ટી રાખીને કરવાના બદલે કેદાર તેમજ તેના માતા-પિતાની ઈચ્છા મુજબ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા આ બાળકની શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિવિધ પ્રકારના 11 ઝાડના વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા અનોખી ઉજવણી કરી અને પ્રેરણારૂપ પ્રવૃત્તિ કરી હતી. આ સેવા પ્રવૃત્તિને શાળાના ફાધર તેમજ ઉપસ્થિત સૌ કોઈએ આવકારી હતી.