પૂર્વ મંત્રી વાસણભાઇ આહિર ના અધ્યક્ષ સ્થાને સત્કાર સમારંભ યોજાયો
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મંત્રી વાસણભાઇ આહિર તેમજ સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતી મા દાંતા ની શ્રી ભવાની હોટેલ ખાતે સંગઠન ના સિનિયર અને 38 વર્ષ થી ફરજ બજાવી રહેલ અને એલ આઇ તરીકે નિવૃત્ત થતા દાંતા નિવાસી રતનસિંહ ચૌહાણ નો સત્કાર સમારંભ યોજાયો હતો જેમા ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માંથી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત નિવૃત્તિ બાદ પણ સતત કાર્યશીલ રહેવાં કાર્યકારી અધ્યક્ષ દ્વારા રતનસિંહ ની વિદ્યુત કામદાર સંઘ ના જોઇન્ટ પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામા આવી હતીઃ
દાંતા તાલુકાના ના અને બનાસકાંઠા જિલ્લા ના સામાજિક આગેવાનો એ સત્કાર સમારંભ મા હાજરી આપી હતી તેમજ રતનસિંહ ને શુભકામનાઓ અને વરણી બદલ અભીનંદન પાઠવ્યા હતા