Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ખાતે પ્રસુતિની પીડા ઉપડતાં મહિલાને ઝોળીમાં નાખીને ડુંગર ચઢીને ચાર કિલોમીટર દૂર ખડલા લઈ જવાઈ

છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ખાતે એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં ઝોળીમાં નાખીને ડુંગરો ચઢતાનો વીડિયો વાઇરલ થયો હતો, રસ્તાના અભાવે તુરખેડાના ગામના ગ્રામજનો આજે પણ 18મી સદીમાં જીવવા મજબૂર બન્યા હતા.છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ત્રણ રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની સરહદે આવેલું ગામ છે.
ગામના ખીણ વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તા બન્યા નથી, ગામની વસ્તી લગભગ 1500ની છે છતાં આજદિન સુધી રસ્તાના અભાવે ગામનો વિકાસ થયો નથી.તુરખેડા ગામની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તેને કવાંટ હોસ્પિટલ લઈ જવાની હતી, પરંતુ રસ્તો ન હોવાને કારણે પરિવારજનો મહિલાને એક ઝોળી બનાવીને તેમાં નાખી ચારથી પાંચ જણા ખભે ઉંચકીને તેને ડુંગરો ખુંદતા ખુંદતા ડુંગરની ટોચ પર લઇ જઇ ત્યાંથી ચાલતા ખડલા સુધી લઈ ગયા હતા.
ત્યાં 108 બોલાવીને કવાંટ હોસ્પિટલ લઈ ગયા હતા. આ મહિલાને ઝોળીમાં નાખીને લઈ જતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.આઝાદીના આટલા વર્ષો પછી પણ તુરખેડા ખાતે આજદિન સુધી રસ્તો બન્યો નથી. જેનો ભોગ ગ્રામજનો બની રહ્યા છે. ગામના લોકો સમયાંતરે અને પોતાની
આર્થિક સગવડના આધારે ફાળો
ભેગો કરીને કાચો પગદંડી રસ્તો
બનાવીને કામ ચલાવી રહ્યા છે.