Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુગામ ખાતે અકસ્માત સર્જાયો

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુગામ ખાતે અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરેલ હાઇવા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. સામેથી આવતા વાહનના ચાલકે અચાનક બ્રેક મારતા હું એ કાબૂ ગુમાવ્યો હતો એમ ચાલકે જણાવ્યું હતું. ગામમાં આવેલ સાંકડા નાળાને લઇ અકસ્માત સર્જાયો હતો.