Gujarat

જેતપુરમાં નવાગઢ ધાર વિસ્તારમાં સ્થિત શાળા નં. 15માં પ્રવેશોત્સવની ઉજવણી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં નવાગઢ ધાર વિસ્તારમાં જેતપુર શાળા નં. 15માં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહેમાન તરીકે એચ. વી. દિહોરા (જિલ્લા યુવા વિકાસ અધિકારી), ઓમકારભાઈ ઉપાધ્યાય (લાઇઝન ઓફિસર), યોગેશ ભાઈ ભટ્ટ(એ ઓ સાહેબ જેતપુર), અસ્મિતાબેન બોરખાતરિયા (સી. આર. સી), જેતપુર મેડિકલ સ્ટાફ અને જેતપુર શાળા નં. 15ના આચાર્યા સ્વાતિબેન ગોસ્વામી સાથે તમામ સ્ટાફ, તમામ વાલીગણ અને બહોળી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા.