National

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુંઃ- “પવિત્ર અમરનાથ યાત્રાના શુભારંભ પર તમામ શ્રદ્ધાળુઓને મારી હાદિર્ક શુભેચ્છાઓ. બાબા બર્ફાનીના દર્શન અને પૂજા સાથે જોડાયેલી આ યાત્રા શિવના ભક્તોમાં અપાર ઊર્જાનો સંચાર કરનારી હોય છે. તેમની કૃપાથી તમામ ભક્તોનું કલ્યાણ થાય એવી મારી ઈચ્છા છે. જય બાબા બર્ફાની!”