રાજકોટના હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી
રાજકોટ નું હીરાસર એરપોર્ટ શરુઆતથી જ સતત વિવાદોમાં રહ્યુ છે ત્યારે હવે ચોમાસાની શરુઆતમાં હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી છે. એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી હતી. જો કે સદનસીબે પેસેન્જર પેસેજમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી. ઘટના બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી રહ્યી છે.
હીરાસર એરપોર્ટ પર દિલ્લી જેવી મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે આ ઘટના અંગે રાજકોટના કલેકટરે પણ નિવેદન આપ્યુ છે. રાજકોટ જિલ્લાના કલેકટરે નિવેદન આપતા જણાવ્યુ કે આ પેસેન્જર પેસેજમાં હંગામી શેડ લગાવવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધારે માહિતી તમને એરપોર્ટ ઓથોરિટીને પુછો. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને કંઈ થયુ હોત કોણી જવાબદારી સહિતના સવાલો ઉભા થયા છે.
આ અગાઉ પણ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં મુસાફરોને બેસવા માટે યોગ્ય સુવિધા ન હોવી. તેમજ ટોયલેટ બ્લોકમાં પાણી ન હોવુ સહિતના વિવાદ સામે આવ્યા છે. ચોમાસાની શરુઆતમાં જ પ્રકારની દિલ્લી જેવા દ્રશ્યો સર્જાતા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.