રાજ્યમાં હવે ચોમાસુ બરાબર બેસી ગયું છે ત્યારે, રાજકોટ જિલ્લાના આજી-૨ સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ ૯૦% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે.
આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગધાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવાયું છે. તેમજ તંત્ર દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને પણ લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.