બાબરા શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા દ્વારા વાહનવ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ ને ડીટેઈન થયેલા વાહનોને દંડની મુક્તિ આપવા બાબત વાહનવ્યવહાર મંત્રી ને રજૂ કરવામાં આવી
સમગ્ર દેશ મા લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત ના અમરેલી જિલ્લામાં વાહનો ડીટેઈન કરવામાં આવી રહ્યા છે એ તો બરાબર છે. કારણ કે અત્યારે કાયદાનું પાલન કરવું જરૂરી છે પણ આપ શ્રી સાહેબ ને મારી વિનંતી છે કે જ્યા સુધી લોકડાઉન છે, ત્યાં સુધી વાહનો ડીટેઇન કરી પૂરી દે ભલે,પણ જ્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત લોકડાઉન પૂર્ણ થઈ ગયા પછી આ વાહનો ના આર્થિક દંડ ના થાય અને આમાં વધું મા વધુ ગરીબ મધ્યમ વર્ગ ના લોકો ના વાહનો હોય જેથી કરીને આવા લોકો ની પાસે એ સમયે પૈસા પણ નહોય એવું પણ બને કારણ કે અત્યારે કોઈ મજૂરી કે નાના મોટા ધંધા રોજગાર બંધ હોય તો આમાં ક્યાંથી દંડ ભરી શકે..માટે આપ શ્રી સાહેબ અને સરકાર આ બાબત મા ગંભીતાપૂર્વક વિચારી ને આવતા દિવસો માં નિર્ણય લેવામાં આવે તેવી આશા રાખુ છું.
રિપોર્ટર:-
આદીલખાન પઠાણ
બાબરા