સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48નું સંચાલન કરતા NHAI વિભાગથી સૌ કોઈ ત્રાસી ગયા છે. NHAI વિભાગની ઢીલી કામગીરીને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદીના બ્રિજ પર બ્રીજના જોઇન્ટ વચ્ચે મૂકવામાં આવેલી લોખંડની પ્લેટ આજે ફરી ખસી જતાં NHAI વિભાગની ટીમ દોડી ગઈ હતી અને પ્લેટ ફરી મૂકવાની કામગીરી હાથ ધરી હતી.
જેને લઇને બ્રીજની એક લાઈન બ્લોક કરવામાં આવતાં નેશનલ હાઇવે 48 પર લાંબો ટ્રાફિક જામ થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. લોકોને NHAI વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક મહિનાઓથી આંબોલી પાસે તાપી નદીના બ્રિજ પર NHAI દ્વારા મોટી લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. અવાર નવાર આ લોખંડની પ્લેટ ખસી જતાં લોકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.