Gujarat

ભાજપ સીટો નહીં આપે અને ઉમેદવારો અન્ય પક્ષોમાં જવા તૈયાર

એનડીએનો સાથી પક્ષ બરાબરનો ફસાયો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સંભવિત ભંગાણની અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં જ અજીત જૂથના ઘણા નેતાઓ કાકા શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.
અજીત પવારની આગેવાની હેઠળની દ્ગઝ્રઁના પિંપરી ચિંચવડ યુનિટના પ્રમુખ અજીત ગ્વહાણે વરિષ્ઠ પવારની પાર્ટીમાં જઈ શકે છે. મહત્વની વાત એ છે કે ગ્વહાણેએ ભોસારી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અહેવાલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે પાર્ટી દ્ગઝ્રઁને ભોસારી બેઠક નહીં આપશે.
ગ્વહાણેની સાથે-સાથે ૧૫ થી વધુ પૂર્વ કાઉન્સિલરો પણ દ્ગઝ્રઁ (જીઁ) નો હિસ્સો બની શકે છે. એવા અહેવાલો છે કે, ગ્વહાણે અને પૂર્વ કાઉન્સિલરોનું એક જૂથ શનિવારે શરદ પવારના પુણે સ્થિત નિવાસસ્થાને મળવા પહોંચ્યા હતા. જ્યારે ગ્વહાણે આવી કોઈ બેઠક કરી હોવાનો ઈન્કાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ હાલમાં જ અજીતને મળ્યા હતા અને ભોસારી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેમને અજીત તરફથી ગ્રીન સિગ્નલ ન મળે તો શું તમે પાર્ટી છોડી દેશો. તેના પર તેમણે કહ્યું કે, અત્યાર સુધી મારા નેતાએ રેડ સિગ્નલ નથી બતાવ્યું. આવી સ્થિતિમાં હું આ અંગે હાલમાં કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે મેં ભોસારી બેઠક પરથી ચૂંટણી લડવાનો ર્નિણય કરી ચૂક્યો છું. અહેવાલમાં સૂત્રોના હવાલો આપી કહેવામાં આવ્યું છે કે ગ્વહાણેટૂંક સમયમાં એનસીપી છોડી દેશે કારણ કે ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી રહ્યો. જો કે, દ્ગઝ્રઁ, ગ્વહાણે અથવા કોઈપણ પૂર્વ કાઉન્સિલર પાર્ટી છોડવાની વાતનો ઈનકાર કરી રહ્યા છે.
આ બેઠક પર છેલ્લી બે ચૂંટણીઓથી ભાજપના મહેશ લાંડગે ચૂંટણી જીતી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, ગ્વહાણે અને લાંડગે સંબંધી છે પરંતુ ગ્વહાણેએ ૨૦૧૭ની નાગરિક ચૂંટણીમાં લાંડગેના ભાઈને ભોસારીથી જ હરાવ્યા હતા. ભાજપના નેતા અને પૂર્વ કાઉન્સિલર સીમા સાવલેએ કહ્યું કે, મને નથી લાગતું કે ભાજપ દ્ગઝ્રઁ માટે ભોસારી બેઠક છોડી દેશે.
તેમણે કહ્યું કે, મહેશ લાંડગેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા ભોસારી એક સુરક્ષિત બેઠક છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભોસારી બેઠક જ હતી જ્યાંથી ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ઉમેદવાર શિવાજી રાવ અધલરાવ-પાટીલ આગળ હતા. જ્યારે અન્ય તમામ બેઠકો પર તેઓ દ્ગઝ્રઁ (જીઁ) ઉમેદવારથી પાછળ હતા.
તેમણે કહ્યું કે, અટકળો પ્રમાણે જો અજીત ગ્વહાણે મેદાનમાં ઉતરશે તો મુકાબલો કડક હશે. લાંડગે અને ગ્વહાણેની જંગ રોમાંચક થશે પરંતુ આ તમામ અટકળો છે.