Gujarat

વિસાવદરના રબારીકા ગામે સહકારી મંડળીની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

વિસાવદરના રબારીકા ગામે સહકારી મંડળીની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

વિસાવદર તાલુકામાં સહકારી ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવતી ખેડૂત લક્ષી શ્રેષ્ઠતમ કામગીરી કરતી સહકારી મંડળી એવી રબારીકા જુથ સેવા સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા તા.૩૦-૬-૨૦૨૪ ના રોજ યોજાઈ, મંડળીના કાર્યક્ષેત્રમાં આવતા પાંચ ગામોમાંથી સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રીરસિકભાઈ પાંચાણી દ્વારા મંડળીના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. મંડળી દ્વારા ૧૦ કરોડ ૧૨ લાખનું ધિરાણ કરેલ. તેમજ ૨૩-૨૪ ના વર્ષમાં ૧૩,૧૮,૦૦૦/- રૂપિયાનો નફો કરવામાં આવેલ. જે નફામાંથી મંડળીના સભાસદોને ૧૫ % ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું. તેમજ વાર્ષિક સાધારણ સભા સાથે મંડળીની ચૂંટણી યોજાઈ હતી.
ચૂંટણીમાં બિનહરીફ પેનલ ચૂંટાયેલી અને મંડળીના પ્રમુખ તરીકે શામજીભાઈ વાવૈયા અને સભ્યો તરીકે મિનલભાઈ મહેતા, ધનજીભાઈ સતાસીયા, રસીલાબેન ભાલીયા, હરેશભાઇ આસોદરિયા, મનસુખભાઇ કોરાટ, અરવિંદભાઈ વડાલીયા, પોપટભાઈ રામાણી, નારણભાઇ ગોંડલીયા, મુનેશભાઈ પોંકિયા, નાગજીભાઈ વિરાણી, જસ્મતભાઈ વિસાવલિયા, હરિભાઈ ગોંડલીયા, ગોપાલભાઈ રાદડિયા, રમેશભાઈ રાદડિયાની સર્વાનુંમતે વર્ણી કરવામાં આવેલ. અને આગામી વર્ષોમાં મંડળી દ્વારા ખેડૂત લક્ષી વધુને વધુ કાર્યો કરવામાં આવશે, તેવું મંડળીના મંત્રીશ્રી રસિકભાઈ પાંચાણી દ્વારા જણાવવામાં આવેલ.

સી.વી.જોશી વિસાવદર

IMG-20240702-WA0035.jpg