Gujarat

રાણપુરમાં ખાડા કે ખાડા માં રાણપુર , ચોમાસા ના પ્રારંભે જ રાણપુર ની દયનીય સ્થિતી

રાણપુર શહેરમાં મુખ્ય માર્ગો ઉપર મસમોટા મોતના ખાડા,તંત્ર ઘોર નિદ્રામાં
પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધી અને તાલુકા પંચાયત થી કુંભારવાડા ના નાકા સુધી ડીસ્કો રોડ ઉપર ખાડા થી વાહન ચાલકો અને રાહદારીઓ ભારે પરેશાન
બોટાદ જીલ્લાનું રાણપુર શહેર કે જે તાલુકા કક્ષા નું ગામ છે અને 36 ગામ નો તાલુકો રાણપુર છે.બેરીંગ ના મોટા-મોટા ઉદ્યોગો આવેલા છે.પણ રાણપુર તાલુકો માત્ર કાગળ ઉપર હોય તેવુ લોકો અનુભવી રહ્યા છે.કારણ કે રાણપુર જ્યાર થી તાલુકો બન્યો ત્યારથી મુખ્ય અને જાહેર માર્ગો ઉપર રોડ રસ્તા સારા થયા નથી.હાલ ચોમાસા નો પ્રારંભ હજી થયો છે ત્યા જ રાણપુર શહેરના મુખ્ય જાહેર રસ્તાઓ ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે.
પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધી ના રસ્તાઓ ઉપર અસંખ્ય ખાડાઓ છે અને આ ખાડાઓમાં વરસાદ ના પાણી ભરાય જાય છે અને વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે કે કારણ કે ખાડા માં વરસાદ ના પાણી ભરાય એટલે વાહનો પસાર થાય એટલે એ ગંદા પાણી ના છાંટા રાહદાથીઓ ઉપર ઉડે છે જેના લીધે અવાર-નવાર ઝગડાઓ થાય છે.જ્યારે તાલુકા પંચાયત થી કુંભારવાડા તરફ જતો રસ્તા ઉપય પણ મસમોટા ખાડાઓ છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.આશરે 30 હજાર ની વસ્તી ધરાવતા રાણપુર શહેરની દુર્દશા કોઈ અધિકારીઓને કે સત્તાધીશો ને જાણે દેખાતી નો હોય તેવી પરીસ્થિતી ઉભી થઈ છે અને હાલ રાણપુર ની પ્રજા અને વાહન ચાલકો ભગવાન ભરોસે દિવસો પસાર કરી રહ્યા છે..
*પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધી નો રસ્તો ગામનું નાક છે*
 
રાણપુર શહેરના લોકો એકજ વાત કરી રહ્યા છે કે પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધી નો રોડ ગામ નું નાક છે.આ રોડ ઉપર,બસ સ્ટેશન,માર્કેટીંગ યાર્ડ,ગ્રામ પંચાય,તાલુકા પંચાયત,2 મોટી બેન્ક,4 મોટી સ્કુલ,સરકારી દવાખાનુ,પશુ દવાખાનુ,8 જેટલા પ્રાઈવેટ અને સંસ્થા ના દવાખાના આવેલ છે.ખાસ આ રોડ ઉપર દરોજ હજારો લોકો અને વાહન ચાલકોની અવર-જવર છે તેમ છતા અધિકારીઓ અને સત્તાધીશો ને આ રાણપુર ની કપરી પરીસ્થીતી ની કાંઈ પડી નથી.અધિકારીઓ,સરકારી તંત્ર અને સત્તાધીશો એ ગામનું હીત જોઈને તાત્કાલિક આ રોડ નું સમારકામ કરાવવા ગ્રામજનોની માંગ છે…
*રાણપુરની હાલ ની પરીસ્થિતી જોઈને કોઈ રાણપુરમાં છોકરી દેવા તૈયાર નથી:ગ્રામજનો*
રાણપુર શહેરના લોકોના મુખે છેલ્લા કેટલાક સમયથી એક વાતે જોર પકડ્યુ છે કે રાણપુરમાં વિકાસ થતો નથી.મુખ્ય રસ્તાઓ અને જાહેર માર્ગોની પરીસ્થિતી એકદમ દયનીય હાલતમાં છે.તાલુકા કક્ષા નું રાણપુર ગામ છે પણ સુવિધા ગામડા કરતા પણ ખરાબ છે.હાલ ના દિવસો માં જોઈ કોઈ બહાર ગામથી રાણપુર માં છોકરો જોવા આવે તો ગામના રોડ-રસ્તાઓ જોઈને જ છોકરી આપવાની સીધી ના પાડી દે છે.હાલ ની પરીસ્થિતી એ રાણપુરમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી જો રાણપુરના રોડ રસ્તાઓ સારા કરવામાં આવે તો થોડો ફેર પડે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે…