Gujarat

અંકલેશ્વરના ONGC ઓવરબ્રિજ પર ભૂવો પડ્યો, બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરથી GIDC વિસ્તારને જોડતા મહત્ત્વના ONGC ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભૂવો પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વર શહેરથી GIDC વિસ્તારને જોડતા મહત્ત્વના ONGC ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ONGC ઓવરબ્રિજને દોઢ વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો.