Gujarat

નીટના ગોટાળા મુદ્દે વાંકાનેરમાં કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન

વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા NEET પરીક્ષા મામલે ચાલતાં ગોટાળા બાબતે વિરોધ પ્રદર્શન સાથે વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે દેશના રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર પાઠવી આ ગોટાળાઓ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સેવા સદન કચેરી ખાતે NEET પરિક્ષામાં સામે આવેલા ગોટાળાઓ મામલે સૂત્રોચાર અને વિરોધ પ્રદર્શન કરી રાષ્ટ્રપતિશ્રીને સંબોધિ વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર પાઠવી નીટ પરીક્ષામાં થયેલા ગોટાળાઓના દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ સાથે NEET પરીક્ષા રદ કરીને નવેસરથી લેવા માંગ કરી હતી.