વાંકાનેરના લિબાળા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા છે.જેમાં વર્ષોથી જળ કટોકટીના કારણે ગામલોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગામમાં નર્મદાની લાઈન હોવા ઉપરાંત 25 ગામોને ફરતું ફરતું આટો મારીને પાણી આવતું હોય એટલે ખૂબ જ ઓછું પાણી આવે છે. આથી પાણી ચાર-ચાર દિવસે એકવાર જ પાણી નસીબ થાય છે.
વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના સરપંચ મરિયમબેન હાજીભાઈ ચારોલીયાએ જણાવ્યું હતું કે તેમનું ગામ રાજાશાહી વખતનું પેહલાનું જૂનું ગામ હોય આ ગામમાં હાલ 3-4 હજારની વસ્તી હોય આ વસ્તી મોટાભાગે ખેતી પર નિર્ભર હોય એટલે સિંચાઇની સુવિધા હોવાથી ગામની ખેતી હરીભરી રહે છે. ગામ લોકો માટે આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે.
ગામમાં આંગણવાડી, ગામની અંદરના અગાઉ રોડ રસ્તા બન્યા હોય પણ હવે નવેસરથી બનાવવાના હોય એટલે 20 ટકા રસ્તા બન્યા હોય અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા હોય પણ કચરાના નિકાલ માટે કોઈ વાહન ન ફળવાતા આ કચરા નિકાલની જવાબદારી ગ્રામ પંચાયત નિભાવે છે.આ ગામને જોડતો એક મોટો હોકળો આવેલો છે.
ગામના મુખ્ય માર્ગ પર આ વોકળો હોય પણ ચોમાસામાં પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે. હાલ ચોમાસું ચાલી રહ્યું હોય તેથી ગામલોકો માટે આવો ખતરો તોળાઈ રહ્યો છે. બાળકોને સ્કૂલે અવરજવર કરવામાં ભારે તકલીફ પડતી હોય તેથી પાણીના નિકાલ માટે આ વોકળા પર કોઝવે બનાવવાની માંગ કરી છે.
માધ્યમિક શાળાની માગણી યથાવત્ આ ગામને સમ ખાવા પુરતા આરોગ્ય કેન્દ્રની ભેટ તો મળી છે પરંતુ માધ્યમિક શાળાની સુવિધા નથી. આથી પ્રાથમિક શાળાકીય અભ્યાસ બાદ જેમને માધ્યમિક શાળામાં જવા ઇચ્છતા બાળકોને અન્યત્ર નજર દોડાવવી પડી રહી છે. અથવા તો ઘર મૂકીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. આથી આ ગામમાં ધો. 10 સુધીની સ્કૂલ આપવામાં આવે તેવી લોકોની માગણી છે.