રાજ્યમાં ફરી એકવાર ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, અમદાવાદમાં આવેલા એક કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરનાં રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો હતો.
રાજ્યમાં હોટેલ-રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને જાણે લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ ન હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. કારણ કે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના એક પછી એક સામે આવી રહી છે. વેફરમાંથી દેડકો, અથાણામાંથી ગરોળી સિઝલરમાંથી વંદા બાદ હવે બર્ગરમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, અમદાવાદના રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેમાં બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો છે.
જાે કે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા હવે એવું લાગી રહ્યું છે કે, હોટેલ-રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હવે લોકોમાં ભય છે કે કેફે, હોટેલ-રેસ્ટોરન્ટમાં મોંઘીદાટ થાળીમાં ગમે ત્યારે જીવ-જંતુ પીરસાઇ શકે છે. મોંઘુદાટ બિલ ચૂકવવા છતાં પણ આરોગ્યપ્રદ ભોજનનું મળશે તેની કોઈ ગેરંટી નથી. આવા બેદરકારો સામે આરોગ્ય વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે ? તેવા સવાલ થઈ રહ્યા છે.
ળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશનરે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકીને મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ પોલીસ કમિશનરની જે રીતે મનમાની જાેવા મળી રહી છે તે જાેતા લાગી રહ્યું છે કે પોલીસ અગ્નિકાંડના ગોડફાધરને છાવરી રહી છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ પોલીસ અગાઉ પણ અનેકવાર બદનામ થઇ ચૂકી છે. પોલીસ કમિશનર તરીકે જ્યારે મનોજ અગ્રવાલ હતા ત્યારે પણ રાજકોટ પોલીસના અનેક કાંડ બહાર આવ્યા હતા. ત્યારબાદ ગેમઝોન અગ્નિકાંડ સમયે તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલી કરી દેવાઇ હતી અને હવે બ્રિજેશ કુમાર ઝા પણ વિવાદમાં આવ્યા છે.
બીજી તરફ કોંગ્રેસે સસ્પેન્ડેડ ્ર્ઁં મનસુખ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરવા માગ કરી છે. ઉલ્લેખનિય છે કે ૨૮ કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા કોંગ્રેસ મેદાને છે. મનસુખ સાગઠિયા પર ભાજપ નેતાઓના ચાર હાથ હોવાની ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે. સાગઠિયાને ગિફ્ટમાં મળેલી સોનાની ભેટ નામાંકિત બિલ્ડરોએ આપી હોવાની પણ ચર્ચા થઇ રહી છે. હવે ્ અને ઈડ્ઢ પણ સાગઠિયાની સંપત્તિ અંગે તપાસ કરશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.