Gujarat

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર નગરમાં આગામી 7 તારીખે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. નગરમાં નિકળનાર રથયાત્રાને લઈને કેવા પ્રકારનું આયોજન છે. તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ શાંતિ સમિતિની મીટીંગની અંદર હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાથે આ બેઠકની અંદર છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર અને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા.