Gujarat

છોટાઉદેપુર પોલીસે ચાલુ વરસાદની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રથયાત્રાના રૂટ ઉપર ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી

7મી તારીખે છોટાઉદેપુર નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. જેને લઈને છોટાઉદેપુર પોલીસે ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં રથયાત્રાના રૂટ ઉપર ચાલુ વરસાદની અંદર ફ્લેગ યોજવામાં આવી હતી. નગરમાં કોઈ ઘટના ન બને અને શાંતિ પૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો કાર્યક્રમ પૂર્ણ થાય જેના માટે પોલીસે છોટાઉદેપુર નગરમાં ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઇ અરુણ પરમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા.