પેટા
સાંસદ રમેશ ધડુક સહિતના રાજકીય અગ્રણીઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓની સ્વ.સવજીભાઈ કોરાટ શ્રદ્ધાંજલિ અપાઈ
જેતપુરમાં આજે માજી ધારાસભ્ય અને માર્ગ અને મકાન મંત્રી સ્વર્ગીય સવજીભાઈ કોરાટની 23મી પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અતિથી તરીકે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ મુખ્ય મહેમાન તરીકે સાંસદ રમેશ ધડુક અને સ્થાનિક ધારાસભ્ય સહિતના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા.
જેતપુર શહેર તાલુકા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે તેમજ કેબિનેટ મંત્રી તરીકે પૂરા ખંતથી કામ કરીને લોકોમાં વિશ્વાસ ઉભો કરનાર સ્વર્ગસ્થ સવજીભાઈ કોરાટની પ્રત્યેક પુણ્યતિથિએ જેતપુર શહેરમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે. તેવી રીતે આજે પણ તેમની 23મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યજાયા હતા.
સ્વ.સવજીભાઈ કોરાટનો જન્મ તા. ૬-૮- ૧૯પ૩ના રોજ જેતપુર તાલુકાના સાંકળી ગામે થયો હતો, ટુંકુ આયુષ્ય ભોગવી વિદાય થનાર સવજીભાઈના દેહનું દાન કરી તેમના કુટુંમ્બીજનોએ જાણે તેમની સેવાકીય પ્રવૃતિ સતત ચાલુ રાખી છે.
સ્વ. સવજીભાઈ કોરાટની સેવાકીય પ્રવૃતિને તેમના પત્ની અને પૂર્વ રાજયમંત્રી જસુબેન કોરાટ તથા પુત્ર પ્રશાંત કોરાટ (પ્રદેશ યુવા ભાજપ મોરચો પ્રમુખ) એ પ્રજલીત રાખેલ છે. સ્વ. સવજીભાઈ કોરાટને શ્રધ્ધાંજલી આપવા માટે શહેરની અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યોના આયોજનો થયા હતા.
જેમાં મુખ્યત્વે જેતપુર મહિલા જેસીઝ દ્વારા સ્વ.સવજીભાઈ કોરાટ કલ્યાણકારી મંડળ સાથે વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પનું બસ સ્ટેન્ડ સામે આવેલ સ્વ. સવજીભાઈ કોરાટ હોસ્પીટલ ખાતે આયોજન કરાયું હતું.
દરેક કાર્ય કરવામાં હાજર રહીને નાના મોટા રાજકીય અગ્રણીઓ અને આગેવાનોએ સવજીભાઈ ની સુહાસને ધબકતી રાખવા દર વર્ષે આવી રીતે સેવાકીય કાર્યક્રમોના આયોજનો કરવાનો નિર્ણય લઈને સવજીભાઈને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પી હતી.
રાજ્ય મંત્રી કિરીટસિંહ રાણાએ પણ પોતાના વક્તવ્યમાં સવજીભાઈ ખોરાકની સેવાઓને બિરદાવી હતી તેમણે કહ્યું હતું કે સવજીભાઈ આજે હયાત હોત તો ૬૮ વર્ષના હોત તેમણે જીવનપર્યત હંમેશા પ્રજાનું કામ કરીને લોકોમાં વિશ્વાસ ઉભો કરવાની જહેમત ઉઠાવી તે સરાહનીય છે.
સ્વર્ગસ્થ સવજીભાઈ કોરાટ ના પુત્ર પ્રશાંત કરાટે પોતાના પિતાની સેવા ને સદાય આગળ ધપાવવા માટે તેમજ ભાજપના સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રસંગ વખતે વ્યાપ્યો હતો તેમણે કહ્યું હતું કે આજે 23 વર્ષના વહાણા વિતી ગયા છતાં તેમના પિતાની ગેરહાજરીમાં વાત માનવા એમનું મન તૈયાર નથી. તેઓએ પોતાના જીવન દરમિયાન લોકોમાં ગજબનો સંપાદન કરેલો વિશ્વાસ આજે ય જોવા મળે છે.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર


