Gujarat

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુરના વસેડી ગામે છોટાઉદેપુર તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર તાલુકા ભાજપ દ્વારા છોટાઉદેપુરના વસેડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.