આદિજાતિ વિકાસ વિભાગ અને શ્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા બરોજ ગામે નવીન મકાનનું લોકાર્પણ લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રયોજના વહીવટદાર અને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, છોટાઉદેપુરના મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગના આર.બી.બારડ, પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળનના પ્રમુખ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળના મંત્રી રમેશચંદ્ર ખત્રી, બરોડા ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ આશ્રમશાળા અંદાજિત 81 લાખના ખર્ચે બની હતી. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરીને રહે તેના માટે તમામ વ્યવસ્થા આશ્રમશાળાની અંદર કરવામાં આવેલ છે. કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવો એ વૃક્ષારોપણ પણ કર્યું હતું.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/07/IMG-20240707-WA0023-1210x642.jpg)