રથયાત્રાએ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે. જે ભારત ભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે મનાવવામાં આવે છે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/07/IMG-20240707-WA0007.jpg)
રોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે. પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. આજરોજ ૭મી જુનને રવિવારે છોટાઉદેપુર નગરમાં રણછોડરાય મંદિરે થી નીકળેલી ભવ્ય અલૌકિક ૯ મી રથયાત્રાને લઇ નગરજનોમાં ભારે
ઉત્સાહ જોવા મળ્યો હતો.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/07/IMG-20240707-WA0003.jpg)
ભગવાન ને ફુલહાર હાદિકૅસોની પરીવાર દ્વારા કરવામાં આવ્યા આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની મૂર્તિને મંદિરમાંથી રથમાં બિરાજમાન કરવાનું સૌભાગ્યના નિમેષભાઈ ઠક્કર ના પરિવાર અને રથને ખેચવાનું સૌભાગ્ય છોટાઉદેપુર સાસંદ જશુભાઇ રાઠવાના પરિવારને પ્રાપ્ત થયું હતું. જ્યારે રથયાત્રાને રથને ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેઓએ રથને ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ યાત્રા નિયત સમયે લાઇબ્રેરી રોડ સ્થિત શ્રી રણછોડરાય મંદિરેથી નીકળી જૈન મંદિર કાલિકા માતા મંદિર સરદાર વલ્લભભાઈ ચોક સરદાર બાગ આંબેડકર ચોક સ્ટેટ બેંક ક્લબ રોડ સરકારી દવાખાના પોસ્ટ ઓફિસ નવાપુરા પુરોહિત વાડા થઈ પરત રણછોડરાય મંદિરે આ રથ યાત્રા આવી હતી આ રથ યાત્રામાં ઘોડા બગી ડીજે બેન્ડવાજા ભજન મંડળીઓ મોટા પ્રમાણમાં જોડાઈ હતી રથયાત્રાના જબરદસ્ત આયોજન સાથે જડબે સલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. રથયાત્રા પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી. રથયાત્રામાં અનેરા કોમી એક્લાસના દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર નગર તાલુકાના સંતો મહંતો રથયાત્રાના આયોજકો અશોકભાઈ અજમેરા સાવરૂભાઈ સંજયભાઈ સોની નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર સિહ રાઠોડ છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઇ અરૂણભાઇ પરમાર તેમજ પોલીસ જવાનો અને રથયાત્રાના આયોજકો નગર તાલુકાના ભાવી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.