Gujarat

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – બાર ખાતે કલેકટર અનીલ ધામેલિયા એ આકસ્મિક મુલાકાત લીધી

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કલેક્ટર અનીલ ધામેલિયા દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેકટર અનીલ ધામેલિયા એ દવાઓના ઉપલબ્ધ સ્ટોક તેમજ લેબોરેટરી ટેસ્ટ વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત આરોગ્ય અંગેની સેવાઓનું  નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય અંગેની તમામ સેવાઓ લાભાર્થીઓને સાચા અર્થમાં મળે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન કલેકટર અનીલ ધામેલિયા દ્વારા કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો આપવામાં આવ્યા હતા.