Gujarat

કંપની રોકાણકારોને ૧ શેર પર ૪ મફત શેર આપશે

શેરબજારમાં ૧ શેર પર ૧૦૦નું રૂપિયાનું Dividend મળશે

શેરબજારમાં ગઈકાલે એટલે કે શુક્રવારે, કેસી ઈન્ડસ્ટ્રીઝના શેર એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ સાથે ટ્રેડ થયા હતા. આ પેની સ્ટોકના શેર ગઈકાલે એટલે કે ૫ જુલાઈના રોજ ૨ ટકાની અપર સકિર્ટ પર પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, કંપની પ્રથમ વખત રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં કહ્યું હતું કે ૧૦૦ રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને ૧૦ ટુકડાઓમાં વહેંચવામાં આવશે. આ શેરના વિભાજન પછી, કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ રૂપિયા ૧૦ થઈ ગઈ. તે જ સમયે, કંપની દરેક શેર માટે ૪ બોનસ શેર પણ આપશે. બોનસ શેર અને શેરની ફાળવણી માટેની રેકોર્ડ તારીખ ૫ જુલાઈ નક્કી કરવામાં આવી હતી. હવે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેમને તેનો ફાયદો થશે.

કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. ૨૮ મેના રોજ, કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે ૩૧ માર્ચે પૂરા થતા દરેક નાણાકીય વર્ષ માટે એક શેર પર ૬૦ રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. કંપની દરેક શેર પર ૪૦ રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ પણ આપી રહી છે. એટલે કે લાયકાત ધરાવતા રોકાણકારોને દરેક શેર પર રૂપિયા ૧૦૦ નો નફો મળશે. તમને જણાવી દઈએ કે, કેસી ઈન્ડસ્ટ્રીઝે આ ડિવિડન્ડ માટે ૯ ઓગસ્ટના રોજ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. શુક્રવારે ૨ ટકાની અપર સકિર્ટને ટચ કર્યા બાદ મ્જીઈમાં કંપનીના શેરની કિંમત રૂપિયા ૧૩૬૫.૫૦ના સ્તરે બંધ થઈ હતી. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં ૪૭૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, ૬ મહિના સુધી સ્ટોક રાખનારા રોકાણકારોને અત્યાર સુધીમાં ૨૧૭ ટકા નફો થયો છે.