Entertainment

અનંત-રાધિકાના સંગીત સમારોહમાં બોલિવૂડના મોટા સ્ટાર્સે ભાગ લીધો

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં ગઈકાલે યોજાયો હતો. જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ એકસાથે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. સંગીતમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી જે પહેલા પપારાઝીને પોઝ આપતા જોવા મળ્યા હતા. આજે શુક્રવારે રાત્રે એક સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે ફરી એકવાર ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં સલમાન ખાન બ્લેક સૂટમાં પહોચ્યાં હતા. સંગીતમાં સલમાન ખાને જબરદસ્ત પરફોર્મન્સ પણ આપ્યું હતુ. માધુરી દીક્ષિતે તેના પતિ રામ નેને સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં હાજરી આપી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં, શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ પહોચ્યાં હતા . મીરા રાજપૂતના એબ્સ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સોશિયલ મીડિયા પર તેની ફિટનેસની પણ ચર્ચા થઈ રહી છે. રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે અનંત સંગીત સેરેમનીમાં સામેલ થયા હતા. આ જોડી બધાની ફેવરેટ છે આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર અને બહેન શાહીન ભટ્ટ સાથે પહોંચી હતી. તેની સાથે આદિત્ય રોય કપૂર પણ જોવા મળ્યો હતો.

રણબીર શરમ અનુભવી રહ્યો હતો તેથી આલિયાએ તેને પકડી લીધો અને ખેંચ્યો. આ સાથે વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે પહોંચી હતી. સંગીત સેરેમનીમાં જાહ્નવી કપૂર આશ્ચર્યચકિત થઈ ગઈ. તે સુંદર દેખાતી હતી.આ સાથે બહેન ખુશી કપૂરે સંગીત સેરેમનીમાં આ સ્ટાઇલમાં બધાના દિલ જીતી લીધા હતા. મૌની રોય અને દિશા પટણી એકબીજાનો હાથ પકડીને સંગીત સેરેમનીમાં પહોંચ્યા હતા. મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી અને બધાની નજર તેના પર હતી. સંગીત સમારોહમાં રકુલ પ્રીત સિંહ તેના પતિ જેકી ભગનાની સાથે પહોંચી હતી.