Gujarat

ભેસાણ પાસે પરબધામ અષાઢી બીજ મેળામાં પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયાએ શરૂ કરેલ ‘ઈમરજન્સી સેવા કેન્દ્ર

ભેસાણ પાસે પરબધામ અષાઢી બીજ મેળામાં પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયાએ શરૂ કરેલ ‘ઈમરજન્સી સેવા કેન્દ્ર

ભેસાણ તાલુકાના પરબ ધામમાં અષાઢી બીજ મહોત્સવના મેળામાં વિસાવદર – ભેસાણ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇમર્જન્સી સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ.
પરબધામના બે દિવસીય મેળામાં પ્રથમ દિવસે ગાદીપતિ પૂ.કરસનદાસબાપુએ ઇમરજન્સી સેવા કેન્દ્રની મુલાકાત લઈ આશીર્વાદ પાઠવેલ. બાદ સવારથી સાંજ સુધી મેળામાં આવતા ભાઈઓ અને બહેનો માટે તત્કાલ સેવાના રૂપમાં જેમકે અચાનક બિમાર પડી ગયેલ પેશન્ટને બાજુમાં પી.એચ.સી.કેન્દ્ર ઉપર પહોંચાડવાનું કામ, મેળા દરમિયાન નાના બાળકો, વૃદ્ધો તથા સ્નેહીજનોનું પરિવારથી વિખુટા પડી જવું જેવા કિસ્સાઓમાં આ સેવા કેન્દ્રના માધ્યમથી પરિવાર સાથે સુખદ મિલન થઈ જવાના સુંદર પરિણામો પણ મળેલ.
આ મેળા મહોત્સવ દરમિયાન રેન્જ આઇ.જી. નિલેશ જાંજડિયા, જુનાગઢના સંસદ સભ્ય શ્રીરાજેશભાઈ ચુડાસમા એ ઇમરજન્સી સેવા કેન્દ્રની ઉડતી મુલાકાત લઈ ઇમરજન્સી સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીથી વાકેફ થઈ રાજીપો વ્યક્ત કરેલ. મેળામાં એ પણ વિશેષતા જોવા મળેલ કે જુનાગઢ પોલીસવડા (એસ.પી.)શ્રીહર્ષદ મહેતાએ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે હથિયારધારી જવાનો સાથે પેદલ રૂટ માર્ચ કરી સમગ્ર મેળાનું વિહંગાવલોકન કરેલ.
મેળા દરમિયાન ઇમરજન્સી સેવા કેન્દ્ર ઉપર ઉપસ્થિત શ્રીહર્ષદભાઈ રીબડીયા (પૂર્વ ધારાસભ્ય વિસાવદર, ભેસાણ), મહાનુભવો વજુભાઈ મોવલીયા (ભેસાણ મા.યાર્ડ ચેરમેન), નટુભાઈ પોકિયા (રાજકીય અગ્રણી), સી.વી.જોશી (વરિષ્ઠ પત્રકાર વિસાવદર), જયદિપ શીલુ (ઉપપ્રમુખ તા.પં.ભેસાણ), રતિલાલ ઉસદડિયા (તા.પં. સદસ્ય), રમેશભાઈ વેકરીયાએ બે દિવસ સુધી સતત હાજરી આપેલ. તદુપરાંત ભેસાણ તાલુકા પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. સમગ્ર બે દિવસના કાર્યક્રમનું એન્કરિંગ સી.વી.જોશી એ કરેલ.

સી, વી જોશી વિસાવદર

IMG-20240708-WA0103-3.jpg IMG-20240708-WA0107-1.jpg IMG-20240708-WA0104-2.jpg IMG-20240708-WA0112-0.jpg