Gujarat

સોમનાથ વેણેશ્વર સોસાયટી નજીક દીપડાએ દેખા દેતાં સ્થાનિકો ભયભીત

સોમનાથ મહાદેવ મંદિર નજીક વેણેશ્વર સોસાયટીમાં ફરી દીપડાએ દેખા દેતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ અહીંથી દીપડાઓ પાંજરે પુરાઈ ચૂક્યા છે.

સોમનાથ મંદિર નજીક પાર્કિગ પાછળ વિસ્તાર અવાવરું હોય અને અનેકવાર દીપડા આ વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડે છે. તાજેતરમાં ફરી સાંજના સમયે આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. સ્થાનિક લોકો દ્વારા દીપડાની હલચલને મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવાઈ હતી.

સોમનાથ મંદિર નજીક વેણેશ્વર સોસાયટીમાં સેંકડો પરિવાર વસવાટ કરે છે. દીપડાઓની દહેશતથી આ વિસ્તારમાં લોકો ભયગ્રસ્ત બન્યા છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને વહેલીતકે આ દીપડાને પાંજરે પુરવા માગ કરવામાં આવી છે.