Gujarat

લનપુર તાલુકા PI દ્વારા માનપુર પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણના બાળકોમાં સ્કૂલ બેગનું વિતરણ કરાયું

પાલનપુર તાલુકાના માનપૂર પ્રાથમિક શાળામાં પાલનપુર તાલુકા પીઆઇ બારોટ દ્વારા શાળાના બાળકોને કુલ બેગો આપવામાં આવી હતી. પીઆઇ દ્વારા બાળકોની સ્કૂલ ભેટ આપવામાં આવતા શાળાના બાળકોમાં ખુશી જોવા મળી હતી.

પાલનપુર તાલુકાના માનપૂર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પાલનપુર તાલુકા પીઆઇ દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના રામપુર ગામમાં શાળામાં અભ્યાસ કરતા એક થી પાંચ ધોરણના બાળકોને તાલુકા પોલીસ દ્વારા બેગ આપી પ્રોત્સાહન કરવામાં કર્યા હતા. પોલીસ દ્વારા ગ્રામજનોને અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા કહ્યું હતું કે, બાળકોના જીવન ઘડતર બાબતે ધ્યાન રાખવું જોઈએ અને કન્યા શિક્ષણ માટે ભાવપૂર્વક આગ્રહ રાખવો જોઈએ.