Gujarat

જેસીઆઈ જુનાગઢ દ્વારા વૃક્ષના રોપાનો વિનામૂલ્ય વિતરણ નો કાર્યક્રમ તારીખ 09/07/2024 ના રોજ ઇગલ એસ્ટેટ ગણપતિજીના મંદિરે યોજવામાં આવ્યો હતો.

જેસીઆઈ જુનાગઢ દ્વારા વૃક્ષના રોપાનો વિનામૂલ્ય વિતરણ નો કાર્યક્રમ તારીખ 09/07/2024 ના રોજ ઇગલ એસ્ટેટ ગણપતિજીના મંદિરે યોજવામાં આવ્યો હતો.
આજરોજ આ કાર્યક્રમમાં 600 જેટલા વૃક્ષના રોપાનું વિનામૂલ્ય વિતરણ તથા રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જેસીઆઈ જુનાગઢના પ્રમુખ જેસી ચિરાગ કડેચા, મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા, જેસીઆઈ ઝોન-7ના (ઝોન વાઈસ પ્રેસિડેન્ટ)જેસી પાર્થ પરમાર, જેસીઆઇ ઝોન-7ના(ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ) ના જેસી વિરલ કડેચા દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા ઇગલ એસ્ટેટ ના પરિવારે પણ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં જૂનાગઢના મહાનુભાવો મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા,સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા તથા શ્રી બટુક બાપુ,શ્રી નાગદાન બાપુ,પુરોહિતભાઈ, ઇગલ એસ્ટેટ વાળા શ્રી પ્રકાશભાઈ ચૌહાણ,મીનાબેન ચૌહાણ,હીનાબેન ચૌહાણ તથા જયેશભાઈ મનાણી
ભાજપ શહેર મહામંત્રી શ્રી વિનુભાઈ ચાંદેગરા,મહિલા અગ્રણી ભાવનાબેન વ્યાસ,આરતીબેન વાઘેલા,મીતાબેન મહેતા,મીનાબેન તથા સામાજિક વનીકરણ રેન્જ જુનાગઢના RFO શ્રી સુત્રેજા સાહેબ,ફોરેસ્ટર શ્રી દીક્ષિત સાહેબ તથા શ્રી ડોડીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. દરેક લાભાર્થીઓને જેસીઆઈ જુનાગઢ તરફથી ખાસ અપીલ કરવામાં આવેલ કે આ રોપને વાવીને તેનો જતન કરી ઉછેરશો તો જ અમારી આ મહેનત સફળ થશે અને ગ્લોબલ વોર્મિંગને કારણે આવતી મુસીબતો થી આપણે બચી શકીશું.

IMG-20240710-WA0000.jpg