જન સેવા એ જ પ્રભુ સેવા આ સૂત્રને સાર્થક કરતું જનસેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી બ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમની અંદર જન સેવા ફાઉન્ડેશનના પ્રમુખ અજીતસિંહ પરમાર, જનસેવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ મમતાબેન પટેલ, સ્કૂલના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં કામ લાગે તે માટે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.