Gujarat

જામનગર પોલીસે મોરકંડાના પાટીયા પાસે દરોડો પાડી પોણા છ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો

જામનગર જિલ્લામાં દારૂની રેલમછેલ થતી હોવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવતા હોય છે. શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ છાનેખૂણે અનેક સ્થળે દારૂનો ધંધો ધમધમે છે. તેવામાં જામનગરમાં દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

મોરકન્ડા પાટીયા પાસેથી પોલીસે 2 હજાર લિટર દેશી દારુનો જથ્થો ઝડપી લીધો છે. જામનગર જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવુતી પર અંકુશ લેવા તા.5-7-2024 થી તા.15-7-2024 સુધી સ્પે. પ્રોહીબીશન તથા જુગારની ડ્રાઈવ શરૂ કરાઇ છે.

જેને પગલે જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ સી.એમ.કાંટેલીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ વેળાએ એ.એસ.આઈ એમ એલ. જાડેજા તથા કોન્સ્ટેબલ સુમીતભાઈ શીયારને દારૂ મામલે બાતમી મળી હતી.

જે બાતમીના આધારે પોલીસે મોરકન્ડા પાટીયા પાસે રેડ પાડી હતી. આ વેળાએ કીશનભાઈ ગલાભાઈ ગુજરિયા વિરૂદ્ધ ધંધડ્રાઈવીંગ રહે.સુભાસ પાર્ક શેરી નં-1 ગ્રીનસીટી જામનગર)ના કબજામાંથી દેશી દારૂનો જથ્થો 2000 લીટરનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને પોલીસ કર્મચારીઓ પણ ચોકી ગયા હતા.

હાલ પોલીસે મહીન્દ્રા બોલેરો પીક-અપ વાહન તથા મોબાઈલ ફોન મળી કુલ કી.રૂ.5.45 લાખનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસ ઝપટે ચડેલા આરોપીની પૂછપરછ દરમિયાન ધનજી શીયાળ રહે-જામનગર અને એક અજાણ્યા શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ તેજ બનાવી છે.