Gujarat

રાહુલ ગાંધીના મણિપુરના પ્રવાસે, સરકાર પર ધારદાર પ્રહારો કર્યો

લોકસભા ચૂંટણીના પરિણામની સંજીવનીની અસરથી ઉત્સાહિત રાહુલ ગાંધીએ પોતાની ઈમેજ બદલવા માટે તમામ તાકાતનો ઉપયોગ શરૂ કરી દીધો છે. લોકસભામાં ૯૯ બેઠક જીતવા પર કોંગ્રેસને ૧૦ વર્ષ પછી વિપક્ષનો દરજ્જાે મળ્યો અને રાહુલ ગાંધીને વિપક્ષના નેતાની મોટી જવાબદારી. હજુ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બન્યા તેને ૧ મહિનો પણ પૂરો થયો નથી અને રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાની એકપણ તક ચૂકતા નથી, પહેલાં લોકસભામાં આક્રમક અંદાજ પછી હાથરસથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર અને તેના પછી ગુજરાતથી ભાજપને ફેંક્યો મોટો પડકાર અને હવે મણિપુરનો પ્રવાસ, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પછી બદલાયેલો રાહુલ ગાંધીનો અંદાજ છે.

લોકસભાની ચૂંટણીના પરિણામોની સંજીવનીથી રાહુલ ગાંધી ઉત્સાહિત છે. તેમણે પોતાની ઈમેજ બદલવા માટે તમામ તાકાતનો ઉપયોગ શરૂ કરી દીધો છે. લોકસભામાં ૯૯ બેઠક જીતવા પર કોંગ્રેસને ૧૦ વર્ષ પછી વિપક્ષનો દરજ્જાે મળ્યો. હજુ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બન્યા તેને ૧ મહિનો પણ પૂરો થયો નથી અને રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાની એકપણ તક ચૂકતા નથી.

૧૭મી લોકસભામાં પણ વિપક્ષે મણિપુરને મોટો મુદ્દો બનાવ્યો હતો પરંતુ તે સમયે વિપક્ષ સંખ્યાબળની દ્રષ્ટિએ નબળું હતું પરંતુ હવે સ્થિતિ અલગ છે. ૧૮મી લોકસભામાં જ્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે પણ રાહુલ ગાંધીએ મણિપુરનો મુદ્દો ઉઠાવીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી ફરી એકવાર મણિપુર પહોંચ્યા. મણિપુરમાં હિંસા ભડક્યા પછી આ રાહુલ ગાંધીનો ત્રીજાે મણિપુર પ્રવાસ છે.

૧૪ જાન્યુઆરી ૨૦૨૪માં રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જાેડો ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી. તે સમયે પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ધારદાર પ્રહારો કર્યો હતા. રાહુલ ગાંધીના મણિપુર પ્રવાસથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. જેના પગલે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો તો કોંગ્રેસ અને સાથી પક્ષો પીએમ મોદી પર મણિપુરની અવગણનાનો આક્ષેપ લગાવ્યો છે. કંઈપણ કહો પરંતુ રાહુલ ગાંધી આ વખતે બિલકુલ અલગ અંદાજમાં જાેવા મળી રહ્યા છે તેનો કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો આવનારો સમય બતાવશે પરંતુ રાહુલ ગાંધીની સક્રિયતાથી ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.