Gujarat

શેઠ જીવનલાલ મોંતિચંદ વિનય મંદિર ચોરવાડ શાળાના રમત ગમત નાં શિક્ષકોનું  રાજ્યકક્ષાએ સન્માન કરવામાં આવ્યું

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલી રહેલી ઇનસ્કૂલ યોજના સંદર્ભે ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ.નીનામાના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્ય કોચશ્રી એલ.પી.બારીયા અને ઈનસ્કૂલ ડાયરેક્ટર મહેશ ચૌધરીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ, જે દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ટ્રેનર્સને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં જૂનાગઢ જીલ્લા ની ઈન સ્કૂલ શાળા શેઠ જી. મો. વિનય મંદિર ચોરવાડ ના વોલીબોલ ટ્રેનર મયુર એમ વેગળ અને એથ્લેટિક્સ ટ્રેનર વિપુલ કામળિયા ને ગાંધીનગર SAG ઓફિસે  સન્માનિત કરવામાં આવ્યા
આ બેઠક અંતર્ગત સ્થાનિક સ્તરના રમતવીરોને યોગ્ય અવસર પ્રદાન કરીને તેમની પ્રતિભાને વિકસિત કરવા તથા તેમને ઉચિત મંચ પૂરું પાડવા અર્થે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.