રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જારી હતી. જેને લઈને બુધવારે સવારેથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરૂવારે સવારે 6 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 26 mm, ધરમપુર તાલુકામાં 07 mm, પારડી તાલુકામાં 00 mm, કપરાડા તાલુકામાં 00 mm, ઉમરગામ તાલુકામાં 00 mm અને વાપી તાલુકામાં 00 mm વરસાદ ગુરૂવારે સવારે 6 વાગ્યા સુધીમાં નોંધાયો હતો. રાજ્ય હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 2 કલાકમાં વલસાડ તાલુકામાં 12 mm, ઉમરગામ તાલુકામાં 31 mm અમે પારડી તાલુકામાં 03 mm વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુર, કપરાડા અને વાપી તાલુકામાં 00 mm વરસાદ નોંધાયો છે.

રાજ્ય હવામાન વિબજાગ દ્વારા આપવામાં આવતી આગાહી અનુસાર રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે. ગુરુવારે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગણીના નિષ્ણાત આંબાલાલે આગામી 48 કલાક વલસાડ જિલ્લામાં પુરની સ્થિતિ સર્જવવાની આગાહી આપી છે. વલસાડ જિલ્લામાં 1 જૂન થી 16 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીમાં કુલ વલસાડ તાલુકામાં 970 mm, ધરમપુર તાલુકામાં 741 mm, પારડી તાલુકામાં 715 mm, કપરાડા તાલુકામાં 945 mm, ઉમરગામ તાલુકામાં 903 mm અને વાપી તાલુકામાં 848 mm વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં માછલી પકડવા ન જાવા સૂચના આપવામાં આવી છે.



