જય ભારત સાથ ઉપરોક્ત વિષયે અનવયે જણાવવાનું કે, જામનગર મહાનગરપાલિકા ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદારોના નીતિ વિષયક પ્રશ્નો બાબતે અમારા યુનિયન દ્વારા વખતો વખત મૌખીક તથા લેખિત અનેક રજુઆતો કરવા છતા કોઈ જવાબો કે કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતા નથી અને અમારી રજુઆતો ને ધ્યાને લેવામાં આવતી નથી અને કોઈપણ પ્રકાર નાં સફાઈ કામદારોના પ્રશ્નો માટે કામગીરી કરવામાં નથી આવતી જે અંગે અમારા યુનિયન દ્વારા નાં છુટકે અમારે અમારા હક્ક અને અધિકારો માટે ભગત સિંહના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તમામ સફાઈ કમૅચારીઓ ને સાથે રાખી ને મોટી સંખ્યા માં આવેદન પત્ર ની ફરજ પડશે અને જામનગર મહાનગર પાલિકા ની ઓફીસ માં ધરણા કરવાની ફરજ પડી સકે એમ છે જેની તમામ જવાબદારી જામનગર મહાનગર પાલિકા ની રહેશે જે અમારી તમામ માગણીઓ ને તાત્કાલિકના ધોરણે નિકાલ કરવા અમારી રજુઆત છે
મુખ્ય માંગણીઓ
પ્રશ્ન.(૧) જામનગર મહાનગર પાલિકા ની હદમાં વધારો થયેલ છે ત્યાંના વિસ્તારો માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા માપવામાં આવેલ બીટ માપણી ની સંખ્યા મુજબ કાઈમી સફાઈ કામદાર ના સેટઅપમાં વધારો કરી કાઈમી સફાઈ કામદારોની જગ્યામાં ભરતી કરવામાં આવે
પ્રશ્ન.(૨) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નાં જુદા જુદા વોર્ડ માં હાલ ફરજ બજાવતા કાઈમી સફાઈ કામદારો પાસે થી ફરજ ના ભાગ રૂપે એક બીટ નક્કી કરી આપી એજ બીટ ની સફાઈ કામગીરી કરાવવા બાબત અને વેઠ પ્રથા બંધ કરવી

પ્રશ્ન.(૩) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ના કાઈમી સફાઈ કામદારો પૈકી કામ કરવા માટે કાઈમી અશક્ત રોગનો ભોગ બનેલા કામદારોના હોય તેના આશ્રિત વારસદારોને મેડિકલ અનફીટ ઉપર નોકરી આપવા મહાનગર પાલિકા ની વતૅમાન યોજના માં રહેલ વિસંગતતાઓ દુર કરી તેમાં સુધારો કરી આશ્રિત વારસદારોને નોકરી આપવામાં આવે
પ્રશ્ન.(૪) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાઈમી સફાઈ કામદારો પૈકી ૫૬ વષૅથી વધારે વય (ઉંમર) ના કાઈમી સફાઈ કામદારો નું ચાલુ ફરજ દરમિયાન અવસાન (મૃત્યુ) થયેલ સફાઈ કામદારોના બાકી રહેતા આશ્રિતોને કોઈપણ કારણો અને વાંધા અચકા વગર રહેમરાહે નોકરી આપવામાં આવે

પ્રશ્ન.(૫) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાઈમી સફાઈ કામદારો નું આખરી ફાઈનલ સીનીયોરીટી લીસ્ટ પ્રસિદ્ધ કરી વોર્ડ મુકાદમોનાં સેટઅપમાં ખાલી પડેલ જગ્યા ઉપર સીનીયોરીટી મુજબ કાઈમી સફાઈ કામદારો ને મુકાદમ તરીકે નિમણૂક આપવામાં આવે
પ્રશ્ન.(૬) જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧/૪/૨૦૦૫ અને ત્યાર બાદ કાઈમી કરવામાં આવેલ તમામ કમૅચારીઓ ને તા.૧/૪/૨૦૦૫ અમલ આવેલ નવી ” વર્ધિત પેન્શન યોજના “મુજબ સી.પી.એફ લાગું પડેલ તેવા તમામ કમૅચારીઓ ને જી.પી.એફ માં મજૅ કરી આ કમૅચારીઓ ને જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવે

પ્રશ્ન.(૭) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાઈમી સફાઈ કામદારોનાં મંજુર થયેલ સેટઅપમાં ખાલી થતી જગ્યાઓ ઉપર હાલ ફરજ બજાવતા સીનીયોરીટી લીસ્ટ પૈકીના રોજમદાર સફાઇ કામદારો ને તાત્કાલિક ૧ મહિનાની અંદર કાઈમી તરીકે નિમણૂક આપવામાં આવે
પ્રશ્ન.(૮)સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ કેટેગરીના સફાઈ કમૅચારીઓને શિયાળામાં ઠંડી ની રૂતુ માં ગરમ વસ્ત્ર (કપડાં)અને ચોમાસા દરમિયાન વરસાદ નાં રેઈનકોટ વગેરે સિઝનલ પોસાકો અને સાધન સામગ્રી ઓ આપવામાં આવે

પ્રશ્ન.(૯) જામનગર મહાનગર પાલિકાની હદ માં ચાલતા સફાઈ કામનાં જે પ્રાઈવેટ સોસાયટીઓ ના આપેલ કોન્ટ્રાક્ટ બંધ કરી તેમની જગ્યાએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ના વેઈટીંગ લીસ્ટમાંથી રોજમદાર સફાઈ કમૅચારીઓને લેવામાં આવે.
પ્રશ્ન.(૧૦) જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખા ની તમામ વોર્ડ ઓફીસ માં રીનોવેસન કરવામાં આવી અને cctv કેમેરા લગાવવામાં આવે ત્યા કામદારોને પાણીની અને વિગેરે સુવિધાઓ આપવામાં આવે
પ્રશ્ન. (૧૧)સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અવેજી સફાઈ કામદારોને ઈ.એસ આઈ યોજના ચાલું કરવી..માંદગી, માતૃત્વ અને રોજગાર સમયે ઈજા થઈ તેમજ કમૅચારી અને તેમના આશ્રિતો મેડીકલ સહીત ના જુદા જુદા લાભો આપવામાં આવે.

પ્રશ્ન.(૧૨) જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ ઠરાવ.નં.૪૫ ને તા.૨૫/૧/૨૪ ના જે ઠરાવ કર્યો છે તે ભણેલા ગણેલા અને ડિપ્લોમા કરેલા કામદારો ને આજીવન નુકસાન કરતા છે કારણ કે જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમા વિભાગ નં.૫ અને (પેજ નં.૨૭)માં SSI માંથી SI ની બળતી માટે SSI પાસે જુનો અને નવો ઠરાવમાં એક સામાન રાખવામાં આવેલો છે જ્યારે સીધી ભરતી માટે માત્ર લાયકાત માંગી છે અને કોઈ અનુભવ નક્કી કરવામાં આવ્યો નથી અને છે જ્યારે વિભાગ નં.૬ (નં.૨૮)માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડિપ્લોમા કરેલા સફાઈ કામદારો પાસે જૂના ઠરાવ નં.૧૧૭ તા.૨૯/૧/૧૫ મંજુર થયેલ હતું જેમાં ૧૦ અને ૧૨ પાસ અને SI ડિપ્લોમા તથા સેનિટેશન ખાતાના મુકાદમ તરીકેનો ૫ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યું હતું જ્યારે નવા ઠરાવ.નં.૪૫ તા.૨૫/૧/૨૪ ના પેજ નં ૨૮ માં અન્ય સીધી ભરતી માટે માત્ર ૧૨ પાસ અને સરકાર માન્ય SI ડિપ્લોમાં પાસ કોઈ અનુભવ નહિ જ્યારે ડિપ્લોમા કરેલા સફાઈ સફાઈ કામદારો પાસે ૧૦ અને ૧૨ પાસ અને SI ડિપ્લોમા તથા સેનિટેશન ખાતાના મુકાદમ તરીકેનો ૫ વર્ષનો અનુભવ અથવા ૧૨ પાસ અને SI ડિપ્લોમા પાસ કાયમી તથા મુકાદમ તરીકેનો ૭ વર્ષનો અનુભવ માંગવામાં આવેલ છે જેમાં અનુસુચિત જાતિના ડિપ્લોમા સફાઈ કામદારો સાથે આજીવન આગળ નો આવેલ તેવી જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વાલા દુજી નીતિ રાખવામાં આવી રહી હોય તેવું જણાય આવે છે.? કારણ કે આજથી વર્ષો પહેલાંથી જ જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ક્યારે કાયમી મુકાદમોની નિમણુંક કરવામાં આવી જ નથી અને હાલમાં પણ કોઈ મુકાદમો નથી તો સુ અનુસુચિત જાતિના ડિપ્લોમા કરેલા સફાઈ કામદારોને કેમ બળતી મળે.? એટલે જાણી જોઈ સફાઈ કામદારોને આગળ વધે નહિ તેવી નીતિ રાખવામાં આવે છે જે અનુસુચિત જાતિ અત્યાર અધિનિયમની વ્યાખ્યામાં આવે છે માટે ઠરાવવામાં સુધારો કરવામાં આવે
અમારી આ યોગ્ય માંગણી દિવસ ૧૫ માં નહીં સ્વીકારવા માં આવે તો.આઈ.ડી.એકટ..કલમ..(૨૨) હેઠળ અમો લોકો તમાંમ કેટેગરીના સફાઈ કમૅચારીઓ ને સાથે રાખી શહેરની તમામ સફાઈ કામગીરી બંધ કરવાની ફરજ પડી સકે તેમ છે જે ની નોંધ લેવામાં આવે..


પ્રમુખ
પ્રદેશ ઉપાધ્યક્ષ અમિત એમ પરમાર
મહેશ વી બાબરીયા
નકલ રવાના :
૧) મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર
૨) કલેક્ટર શ્રી જામનગર જિલ્લા
૩) પોલીસ અધિક્ષકશ્રી જામનગર જિલ્લા
૪) સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હી
૫) માનવ અધિકાર આયોગ નવી દિલ્હી
૬) મેયર શ્રી જામનગર મહાનગર પાલિકા
૭) સ્ટેનિંગ કમીટી ચેરમેન શ્રી જામનગર મહાનગર પાલિકા
૮) વિરોધ પક્ષના નેતા શ્રી જામનગર મહાનગર પાલિકા
૯) તમામ પ્રેસ મીડિયા જામનગર

