Maharashtra

સેન્સેક્સમાં ફરી મોટો ૧૬૬૬ અંકનો કડાકો, નિફ્ટી ૧૭૧૦૦ની નીચે, કરોડો રૂપિયા નું ધોવાણ

મુંબઈ
ચાલુ સપ્તાહના અંતિમ દિવસે (શુક્રવારે) બજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. બંધ થવાના સમયે સેન્સેક્સ ૧૬૬૬ અંક ઘટીને ૫૭૧૨૮ પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૪૯૬ અંક ઘટી ૧૭૦૩૯ પર કારોબાર કરી રહ્યો છે. કોવિડ-૧૯નો નવો વેરિયન્ટ આવવાથી ઈકોનોમીની રિકવરીને અસર થઈ શકે છે.
સેન્સેક્સ પર મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની સહિતના શેરમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકી ૩.૬૩ ટકા ઘટી ૭૨૯૫.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફિનસર્વ ૩.૪૨ ટકા ઘટી ૧૬,૭૬૦ પર કારોબાર કરી રહ્યો છે. જાેકે ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે, ૐેંન્ સહિતના શેરમાં વધારો જાેવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ ૨.૮૯ ટકા વધી ૪૭૨૫.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે ૦.૦૪ ટકા વધી ૧૯૧૯૬.૪૦ પર કારોબાર કરી રહ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાઈરસનો નવો વેરિયન્ટ મળ્યો છે. વેરિયન્ટ બહાર આવ્યા પછી ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવે નિર્દેશ બહાર પાડ્યો છે કે ભારત આવતા તમામ ઈન્ટરનેશનલ મુસાફરોની સઘન કોરોના તપાસ કરવામાં આવે.
તમામ એશિયન માર્કેટમાં પણ ઘટાડાનું વલણ છે, જેની અસર ઘરેલુ બજાર પર પણ જાેવા મળી રહી છે. જીય્ઠ નિફ્ટી, નિક્કેઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેટેડ, કોસ્પી, શંઘાઈ કમ્પોઝિટ તમામમાં ૧-૨ ટકાનો ઘટાડો છે.
ફાર્મા સિવાય બાકીના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, મીડિયા અને બેન્કિંગ સ્ટોક્સમાં જાેવા મળી રહ્યો છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૬ રેડ સાઈનમાં છે. વધારો દર્શાવતા શેરમાં ડો.રેડ્ડી, સનફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે છે. સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ, મારુતિ, ટાઈટન અને કોટક મહિન્દ્રા બેન્કમાં જાેવા મળી રહ્યો છે.
એશિયાઈ બજારોમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. નિક્કેઈ ૨૨૫માં ૨ ટકાથી વધુ નબળાઈ છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગમાં ૧ ટકાથી વધુ ઘટાડો છે. તાઈવાન વેટેડ, કોસ્પી અને શંઘાઈ કમ્પોઝિટમાં પણ નબળાઈ જાેવા મળી રહી છે. અમેરિકાનાં બજાર ગુરુવારે બંધ હતાં, જાેકે આગામી દિવસમાં આવનારા મોંઘવારી ડેટા પર સૌની નજર છે.

stock-market.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *