Gujarat

કમરોલી પ્રાથમિક શાળાનાં બાળકોને તિથિ ભોજન સાથે શૈક્ષણિક કીટનું વિતરણ આવ્યું

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં ગામનાં વતની એવાં શૈલેષભાઈ રમણભાઈ પટેલ તરફથી તેમનાં પિતાજી સ્વ. રમણભાઈ નાથુભાઇ પટેલની ઉત્તરક્રિયા વિધિ નિમિત્તે શાળાનાં તમામ બાળકોને ભાવપૂર્વક તિથિભોજન કરાવવામાં આવ્યું હતું. આ સાથે તમામ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.
શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી જ્યોતિબેન પટેલે બાળકોને તિથિભોજનનું મહાત્મ્ય સમજાવી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો પ્રસાદરૂપ ભોજન ભાવપૂર્વક આરોગે તે માટે સ્વ. રમણભાઈનાં સ્નેહીજનો ખડેપગે રહ્યાં હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.