Gujarat

ઉનાના મોઠા ગામની સીમ વાડી પાસે દીપડાનો મૃતદેહ મળી આવ્યો….મોતનું કારણ અકબંધ મૃતદેહ પી એમ અર્થે ખસેડવામાં આવ્યો

ઉનાના મોઠા ગામની સીમ વાડી પાસે એક દીપડો મૃત હાલતમા મળી આવતા આ અંગે વન વિભાગે જાણ થતાં ઘટના સ્થળે દોડી જઇ દીપડાના મૃતદેહનો કબ્જો લઈ જશાધાર એનિમલ કેર ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે.

મોઠા ગામની સીમ વિસ્તારમાં રહેતાં ખેડૂત ભરતભાઈ મુંજાભાઈની વાડીની બાજુમાં એક દિપડો મૃત હાલતમા પડેલ હતો. આજુબાજુના લોકોને નજરે આવતા વન વિભાગે જાણ કરવામાં આવી હતી. વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતો. અને દીપડાનો મૃતદેહ લઈ પી એમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર હોસ્પીટલ મોકલી આપેલ છે.
દીપડાના મોતનું કારણ અકબંધ હોય વન વિભાગના સૂત્રો માંથી મળતી માહિતી મુજબ દીપડો બીમારીથી કે પછી અન્ય કોઈ કારણથી મોત નિપજ્યું તેનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. આ દિપડો અંદાજે 2 થી 3 વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.