જનરલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે બેંક ઓફ બરોડા દ્વારા 19 જુલાઈ બેંક ઓફ બરોડાનાં ૧૧૭મા સ્થાપના દિવસ નિમિત્તે એપી એનજીઓના વિહાન પ્રોજેક્ટના સહયોગથી આર્થિક સ્થિતિ નબળી અને માતાપિતા વિહોણા એચઆઈવી ગ્રસ્ત નાના બાળકોને તેમની જરૂરીયાત મુજબ શૈક્ષણિક કીટ તૈયાર કરીને આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, જનરલ હોસ્પિટલના આરએમઓ ડો.સતિષ પ્રસાદ, જિલ્લા તાલીમ કેન્દ્રનાં સિનિયર મેડિકલ ઓફિસર ડો.આશિષ બારીયા, જિલ્લા ટીબીએચઆઈવી કો- ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, જનરલ હોસ્પિટલ એઆરટી સેન્ટર કાઉન્સિલર મયુરસિંહ ચૌહાણ, એપી એનજીઓના વિહાન પ્રોજેક્ટ ડાયરેક્ટર સમીર ફોફલે તેમજ વેચાતભાઈ રાઠવા, અશ્વિનભાઈ રાઠવા ના તથા બેંક ઓફ બરોડાના અધિકારી/ કર્મચારીઓ સહિત એચઆઈવી ગ્રસ્ત લાભાર્થી બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

