મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દિવ્ય સાનિધ્યમાં આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આર્ધઆચાર્યપ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશિર્વાદ સાથે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાને સ્વામિનારાયણ ગાદીના પરિવારમાં ગુરુનું પૂજન વેદોક્ત વિધિ અનુસાર તથા ગુરુ મહાત્મ્યનું ગુણગાન કર્યું હતું.

આ પ્રસંગે મહંત ભગવતપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે, આ પૃથ્વી પરના દરેક માનવને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની ઈચ્છા રહેતી હોય છે પણએ પરિવર્તનની યોગ્ય દિશા બતાવનાર અને ઉન્નતિયુક્ત પરિણામ લાવનાર તો માત્ર સાચા ગુરુ જ હોય છે.
તેઓ સંસારરૂપી સાગરમાં હાલક ડોલક થતી શિષ્યની જીવન નૈયાને સ્થિર કરી ભગવાન સુધી પહોંચાડે છે. અને ભગવાનનો સાક્ષાત સંબંધ કરાવે છે. આવી સિધ્ધ ભૂમિમાં ગુરુની પાસે આધ્યાત્મિક શિક્ષણ અને સેવાનું શિક્ષણ મેળવ્યું હશે તો જ જીવનમાં અખંડ શાંતિ વર્તશે અને તો જ આપણે સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય.

આ અવસરે મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે ગુરુભકિતના સૂરો રેલાવ્યા હતા. સાથે જ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. જેમાં ભાવિક હરિભક્તોએ 151 યુનિટ રક્તદાન કર્યું હતું. આ અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.

