Gujarat

મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા અંગેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અને 2 પુસ્તકોનું અનાવરણ કર્યું

જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ 21મી જુલાઈ, 2024ના રોજ ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે 2 નવા પુસ્તકો અને એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કર્યું છે. મોરારી બાપુએ ફિલ્મ અને પુસ્તકોના વિમોચન પ્રસંગે અત્યંત ખુશી વ્યક્ત કરી હતી અને શુભ ‘યોગ’ તરફ સંકેત આપ્યા હતા.

ડોક્યુમેન્ટરી ફિલ્મઃ પૂજ્ય મોરારી બાપુની ટ્રેન દ્વારા 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા

મોરારી બાપુની 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા અંગેની એક કલાકની ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં, જુલાઈ-ઓગસ્ટ 2023માં તેમના તથા તેમના 1008 અનુયાયીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ તીર્થયાત્રાની સુંદરતાને આવરવામાં આવી છે.

અનેક મહિના સુધી તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મને એક સમર્પિત ટીમ દ્વારા શૂટ કરવામાં આવી છે, જેમણે બે ટ્રેન પૈકી એકમાં યાત્રા કરી. તેમાં ભક્તો તથા મોરારી બાપુના વિચારો સહિત યાત્રાને લગતા તમામ મુખ્ય આકર્ષણોને જીવંત સ્વરૂપમાં દેખાડવામાં આવ્યા છે.