Sports

ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું; તેના સ્થાને તનુજા કંવર ટીમ સાથે જોડાઈ

ભારતીય ઓલરાઉન્ડર શ્રેયાંકા પાટિલ ડાબા હાથની ઈજાને કારણે વુમન્સ એશિયા કપ 2024માંથી બહાર થઈ ગઈ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ શનિવારે જારી કરેલા એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 21 વર્ષીય ભારતીય ઓફ સ્પિનરને ડાબા હાથની ચોથી આંગળીમાં ફ્રેક્ચર થયું છે.

શ્રેયાંકાએ ભારત માટે 3 વનડેમાં 5 અને 12 T20માં 16 વિકેટ લીધી હતી.

શ્રેયાંકાએ શુક્રવારે પાકિસ્તાન સામે 3.2 ઓવર ફેંકી હતી અને 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે બેટિંગ કરવાની જરૂર પડી નહોતી, કારણ કે ભારતે 14.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. શ્રેયાંકાએ ભારત માટે 3 વન-ડેમાં 5 અને 12 T20માં 16 વિકેટ લીધી હતી.