Gujarat

આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોમાં નાની ઉંમરથી જ મેડલ લાવવાનું પ્રેશર તેમના માતા-પિતા આપતા હોય છે અને શેરી રમત રમવાની ઉંમરમાં વિવિધ પ્રકારના ક્લાસમા મોકલતા માતા-પિતા માટે ઉદાહરણ રૂપ એક કિસ્સો

આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોમાં નાની ઉંમરથી જ મેડલ લાવવાનું પ્રેશર તેમના માતા-પિતા આપતા હોય છે અને શેરી રમત રમવાની ઉંમરમાં વિવિધ પ્રકારના ક્લાસમા મોકલતા માતા-પિતા માટે ઉદાહરણ રૂપ એક કિસ્સો આવ્યો છે જેમાં શેરી રમત રમતા રમતા ૭ વર્ષના વિદ્યાર્થીએ યોગ્ય ટાઇમટેબલ બનાવીને LOGIQUID olypaid ની પરિક્ષામાં આંતરરાષ્ટ્રીય લેવલ પર થર્ડ રેન્ક  લાવ્યો છે. અમદાવાદ સ્થિત અત્યારે બીજા ધોરણમાં ભણતા એવા પરિતોષ અમિત ઠક્કરે ગયા વર્ષે ધોરણ ૧ મા ઉપરોક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને સ્કૂલમાં ફર્સ્ટ અને આંતરરાષ્ટ્રીય લેવલ પર થર્ડ રેન્ક  લાવ્યો છે. આ પરીક્ષા આખા ભારતમાંથી લેવાય છે અને સાથે બીજા ૨૦ વિવિધ દેશો સાથે સંકળાયેલી છે. Logiquid સંસ્થા એ IIT-IIMના ભૂતપૂર્વ છાત્રો એ બનાવેલી છે. આ પરીક્ષા એક સ્પર્ધાત્મક રીતે જ લેવાય છે અને જો એ નિયમિત રીતે આપવામાં આવે તો આગળ આવતી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે. પરિતોષના પરિણામ બદલ તેની સ્કૂલના પ્રિન્સિપાલશ્રીએ શુભેચ્છાઓ પાઠવી છે.