ભરૂચ- ગુરુવાર- દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને તેમજ નિવાસી અધિક કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી.
આમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ૧૮ જેટલી અરજીઓમાંથી ૧૪ અરજીઓમાંથી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ ત્રણ અરજદાર ગેરહાજર રહ્યા હતા. તાલુકા કક્ષાએ તાલુકા વાર યોજાયેલ સ્વાગત કાર્યક્રમની તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.