Gujarat

રાણપુરના ખોખરનેશ-હડમતાળા ગામ પાસે નર્મદા કેનાલના સાયફન્ડમાંથી પુરૂષની લાશ મળી આવી

કેનાલના સાયફંડમાં ફસાય ગયેલી લાશ ને બોટાદ ફાયર બ્રિગેડની ટીમે મહા મહેનતે મૃતકની ડેડબોડી ને બહાર કાઢી…
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ અને હડમતાળા ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં બુધવારે સાંજે એક પુરૂષની લાશ તણાતી જઈ રહી હતી. ક્યારે રાણપુર પોલીસ અને રાણપુર મામલતદાર ને જાણ થતા જ રાણપુર મામલતદારની ટીમ અને પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જી.ડી. આહીર તેમજ એમ.એમ.શાહ સહીત પોલીસ કાફલો ત્યા કેનાલે ઘટના પહોંચ્યો હતો લાશ સાયફંડમાં જતી રહી હતી સાંજના સમયે શોધખોળ હાથ ધરી હતી રાતે અંધારું થઈ જતા લાશ શોધવામાં તકલીફ થતા લાશ સવારે શોધવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ
 
ત્યારે સવારે 8 વાગે બોટાદ ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાઓ દ્વારા સાયફંડમાં આ પુરુષની લાશની શોધખોળ હાથ ધરી હતી ચાર કલાકની મહા મહેનત બાદ 50 વર્ષિય પુરુષની લાશ મળી આવી હતી અને આ મૃતક રાણપુર તાલુકાના રાજપરા ગામના મનજીભાઈ નાનજીભાઈ પંચાળા હોવાનુ સામે આવ્યુ હતુ.
આ સમગ્ર ઘટનાને લઈને રાણપુર મામલતદાર ની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બોટાદ ફાયબ્રિગેડની ટીમના તરવૈયાઓ દ્વારા ભારે મહેનત બાદ  પુરુષની લાશ મળી હતી ત્યારે મૃતક પુરુષની લાશને પીએમ માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને આગળની વધુ તપાસ રાણપુર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે..